Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

તો અફઘાન ટીમને સસ્પેન્ડ કરી દેવાશે

ટી-૨૦ વર્લ્ડકપમાં તાલીબાનના રાષ્ટ્રધ્વજ સાથે રમશે

 નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપમાં રમી રહેલી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સંકટનો સામનો કરી રહી છે.  તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો સંભાળ્યા બાદ તાલિબાને દેશનો રાષ્ટ્રધ્વજ બદલી નાખ્યો છે.  જો અફઘાનિસ્તાન તાલિબાનના ધ્વજ હેઠળ ટી ૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેશે, તો આઈસીસી અફઘાન ટીમને સસ્પેન્ડ કરી શકે છે.  અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 

  આઇસીસી અપેક્ષા રાખે છે કે અફઘાન ટીમ તેમના દેશના જૂના રાષ્ટ્રીય ધ્વજ હેઠળ રમશે. જો આવું ન થાય તો આઈસીસી ઈમરજન્સી બેઠક બોલાવી શકે છે અને અફઘાન ટીમને સસ્પેન્ડ કરી શકે છે.

  આઈસીસી ટી ૨૦ વર્લ્ડ કપમાં તાલિબાનના ધ્વજ હેઠળ રમવાના અફઘાનિસ્તાનના પગલા પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી મીટિંગ બોર્ડ બોલાવશે.  બોર્ડ અફઘાનિસ્તાનને સ્થગિત કરવા માટે મત આપી શકે છે.  પરંતુ ICC ને આશા છે કે અફઘાનિસ્તાન તેમના દેશના ધ્વજ હેઠળ રમશે.  સ્ટેડિયમમાં મહિલા દર્શકોની હાજરીને કારણે તાલિબાને  આઇપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.  અફઘાનિસ્તાન ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રુપમાં છે.

(1:00 pm IST)