Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ટોકયો ઓલમ્પીકમાં સૌથી મોટી ઉંમરના એથલીટ ૬૬ વર્ષનાઃ સૌથી નાની ૧ર વર્ષની ખેલાડી

ટોકયો તા. ર૩: જાપાનના ટોકયોમાં આજથી ઓલમ્પીકનો સાદાઇથી પ્રારંભ થયો છે. આ ઓલમ્પીકમાં ભાગ લેનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી ઓસ્ટ્રેલીયાના ૬૬ વર્ષીય ઘોડેસવાર મૈરી હાના છે. જે ૭મી વાર ઓલમ્પીકમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ ઓલમ્પીક ઇતિહાસના બીજા સૌથી મોટી ઉંમરના મહિલા ખેલાડી છે. બ્રિટના ર્લાર્ના જોન્સટને ૧૯૭રના ઓલમ્પીકમાં ૭૦ વર્ષની ઉંમરે ભાગ લીધેલ. આ વખતે પુરૂષોમાં ઓસ્ટ્રેલીયાના એન્ડ્રયુ હોય (૬ર) સૌથી મોટી ઉંમરના એથલીટ છે. તેઓ ૮મી વખત ઓલમ્પીકમાં ભાગ લઇ રહ્યા છે.

જયારે સીરીયાની ૧ર વર્ષીય ટેબલ ટેનીસ પ્લેયર હેંડ ઝાજા આ વખતે સૌથી નાની એથલીટ બની છે. ૧પપમો રેન્ક ધરાવતી ઝાઝાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ૧૧ વર્ષની ઉંમરે ઓલમ્પીકની ટીકીટ મેળવી હતી.

(3:53 pm IST)