Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ડેવિડ સામે ડીઆરએસ લેવા બધા મારી સાથે સહમત નહોતા : પંત

પંત હજુ યંગ, કેપ્‍ટનશીના પાઠ શીખી રહ્યો છેઃપોન્‍ટીંગ

નવી દિલ્‍હી : મુંબઇ ઇન્‍ડિયન્‍સને જીતવા ૧૬૦ રનના લક્ષ્યાંક સામે જ્‍યારે ૩૩ બોલમાં ૬૫ રન બનાવવાના હતા ત્‍યારે દિલ્‍હી કેપિટલ્‍સન શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મુંબઇના ટિમ ડેવિડના બેટની કટ લાગી હતી અને રિષભ પંતે કેચ પકડયો હતો. જોકે અમ્‍પાયર તપન શર્માએ અપીલ છતાં ડેવિડને નોટઆઉટ જાહેર કર્યો હતો. દિલ્‍હી પાસે ત્‍યારે ડીઆરએસ હેઠળ બન્ને રિવ્‍યુ ઉપલબ્‍ધ હોવા છતાં પંતે થર્ડ અમ્‍પાયરને અપીલ કરવાનું ટાળ્‍યું હતું. ડેવિડ ત્‍યાર પછી બીજા ૧૦ બોલ રમ્‍યો જેમાં તેણે ચાર સિક્‍સર, બે ફોરની મદદથી ૩૪ રન બનાવીને મુંબઇની જીતમાં મોટું યોગદાન આપ્‍યું હતું.

પંતે મેચ પછી કહ્યું,‘મને થયુ કે ડેવિડના બેટની કટ લાગી જ છે, પરંતુ તેની આસપાસ ઊભેલા બધાને લાગ્‍યું કે કટ નથી લાગી. તેઓ મારી સાથે સહમત નહોતા. તેઓ રિવ્‍યુ લેવા સહમત નહોતા એટલે પછી મેં પણ રિવ્‍યુ લેવાનું ટાળ્‍યું.'દિલ્‍હીની ટીમના કોચ રિકી પોન્‍ટિગે પંતની તરફેણ કરતા કહ્યુ કે ‘તે હજી યંગ છે અને કેપ્‍ટન્‍સીના પાઠ શીખી રહ્યો છે. મારી દષ્‍ટિીએ દિલ્‍હીની ટીમના કેપ્‍ટન તરીકે એ જ ફિટ છે.

(2:45 pm IST)