Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝના પ્રથમ બે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો નહીં હોય; ચેન્નાઇના ખાલી સ્ટેડિયમમાં રમાશે

ગેસ્ટ અને સમિતી સદસ્યો પણ મેચ જોવા નહી આવી શકે.

ઓસ્ટ્રેલીયા સામે જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઇંગ્લેંડ સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે  પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાનાર છે. જોકે આ સિરીઝની શરુઆત પહેલા જ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનથી જે સમાચારો આવી રહ્યા છે, તે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે થોડા સારા નથી. તાજી જાણકારીઓ મુજબ ચેન્નાઇમાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચ પ્રેક્ષકો વિના જ ખાલી સ્ટેડીયમમાં રમાશે.

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ પોતાના તમામ મેમ્બરોને એક બતાવી દીધુ છે કે, ટેસ્ટ મેચના દરમ્યાન દર્શકોને પ્રવેશ નહી હોય. તેમણે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે ભારત સરકારે તમામ આઉટડોર રમતો માટે 50 ટકા સુધી દર્શકોને પરવાનગી આપી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરીએ રમાનારી છે. જ્યારે બીજી ટેસ્ટનુ આયોજન 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે હશે.

TNCA ના સેક્રટરી આર રામાસ્વામી એ પોતાના એસોસીએશનના તમામ સદસ્યોને એ કહ્યુ કે, BCCI ની સુરક્ષા બાબતોને જોતા અમારે કોઇ પણ પ્રકારનુ રિસ્ક નહી ઉઠાવવુ જોઇે. આપણે સિરીઝ દરમ્યાન ખેલાડીઓની સુરક્ષાને ને લઇને બાંધછોડ કરી શકતા નથી. આવામાં બોર્ડના દિશાનિર્દેશોનુસાર પ્રથમ બે ટેસ્ટ ખાલી સ્ટેડીયમમાં જ કરાવવામાં આવશે. મતલબ કે ફક્ત દર્શકો પર પ્રવેશબંધી નહી હોય, ગેસ્ટ અને સમિતી સદસ્યો પણ મેચ જોવા નહી આવી શકે.

ટીએનસીએ ના દ્રારા પગલુ ભારત સરકાર દ્રારા આઉટડોરમાં પ્રેક્ષકોને લઇને આપેલી 50 ટકા સંખ્યાની હાજરીની છુટછાટ બાદ ભરવામાં આવ્યુ છે. જોકે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) તેમના મોટેરા સ્ટેડીયમમાં કેટલાક દર્શકોને પ્રવેશ માટે ખોલવામાં આવી શકે છે. ગુજરાત ક્રિકેટ ના એક સિનીયર અધીકારીએ ક્રિકેટઇન્ફો થી વાતચીતમાં કહ્યુ હતુ કે તેમનુ પ્લાનીંગ 20 થી 30 ટકા દર્શકોને સ્ટેડીયમમાં પ્રવેશ આપવાનુ છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા રમાનારી છે. ત્રીજી ટેસ્ટ મેચ પિંક બોલ વડે દુધિયા રંગના પ્રકાશમાં 24 ફેબ્રુઆરી થી રમાનારી છે. જ્યારે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડીયમમાં 4 માર્ચ થી રમાશે.

(10:49 am IST)
  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST