Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન 12 વખત પરાસ્ત

નવી દિલ્હી:ન્યૂઝીલેન્ડ સામે વન-ડે બાદ ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં પણ પ્રવાસી પાકિસ્તાનના કંગાળ દેખાવનો સિલસિલો જારી રહ્યો છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટીમાં પાકિસ્તાન ૧૦૫માં સમેટાયું હતું અને લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે ૧૫. ઓવરમાં વિકેટે વટાવી આસાન વિજય મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનનો સતત ૧૨મો પરાજય છે. ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી ૧૫માંથી પાકિસ્તાન માત્ર મેચમાં વિજય મેળવી શક્યું છે. હવે ૨૫ જાન્યુઆરીએ બીજી ટ્વેન્ટી૨૦માં બંને ટીમ ટકરાશે. અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. વિલિયમ્સન ઘાયલ હોવાથી સાઉથીએ ન્યૂઝીલેન્ડ ટીમની આગેવાની સંભાળી હતી. પાકિસ્તાનનો સ્કોર એક તબક્કે વિકેટે ૫૩ હતો અને તે ૧૦૦ સુધી પણ નહીં પહોંચી શકે તેમ જણાતું હતું. જોકે, બાબર આઝમે ૪૧ અને હસન અલીએ ૨૩ રન ફટકારી પાકિસ્તાનના સ્કોરને ૧૦૫ સુધી પહોંચાડયો હતો.

 

 

(4:40 pm IST)