Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

IPLની ઓપનીંગ સેરેમની અને ફાઈનલ પણ મુંબઈમાં

૭ એપ્રિલથી ૨૭ મે સુધી ચાલશે અગિયારમી સીઝન : મેચના સમયમાં થયો ફેરબદલ, બપોરે ચારને બદલે સાડા પાંચ તો રાત્રે આઠને બદલે સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે મેચ

છેલ્લા દસ વર્ષથી દેશભરમાં ધૂમ મચાવનાર ફટાફટ ક્રિકેટ આઈપીએલની અગિયારમી સીઝનની તારીખોની ઘોષણા કરી દેવામાં આવી છે. આઈપીએલની શરૂઆત ૭ એપ્રિલથી થશે જે ૨૭ મે સુધી ચાોલશે. ઓપનીંગ સેરેમની છ એપ્રિલે મુંબઈમાં રાખવામાં આવી છે તેમજ ફાઈનલ પણ મુંબઈમાં જ રમાશે.

બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોટ્ર્સની વિનંતીને સ્વીકારતા મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રે ૮ વાગ્યે શરૂ થનારી મેચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે તો બપોરે ચાર વાગ્યે શરૂ થતી પહેલી મેચ સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ કરવામાં આવશે. રાતની મેચો ૮ વાગ્યે શરૂ થતી હોવાથી આ વાતને સ્વીકારવામાં આવી છે. વળી પૂરતી ચેનલ હોવાથી મેચ ઓવરલેપ થઈ જાય તો પણ વાંધો નહિં આવે.

પંજાબની ટીમ ચાર મેચ પોતાના હોમગ્રાઉન્ડ મોહાલી તો ત્રણ મેચ ઈન્દોરમાં રમશે. આગામી ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ ખેલાડીઓ માટેની થનારી હરાજીમાં કુલ ૫૭૮ ખેલાડીઓમાંથી ટીમ પોતાને ગમતા ખેલાડીઓ પસંદ કરશે.

(12:43 pm IST)