Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બોલ સાથે ચેડા કર્યાના આરોપને સ્મિથે નકાર્યો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથ પર લિપ-બામની મદદથી બોલ સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયોમાં સીડનીમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં સ્મિથ બોલને ચમકાવતો નજરે પડે છે. સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું મારા થૂંકની મદદથી બોલ ચમકાવી રહ્યો હતો. લોકોનું એવું કહેવુ હતું કે લિપ-બામથી આ કામ કરી રહ્યો હતો. જો તમે મારા હોઠ તરફ જોશો તો એ સૂકા હતા. મેં હોઠ પર કંઈ જ નહોતુ લગાડ્યુ. બોલને થૂંકની મદદથી ચમકાવવામાં કંઈ જ ખોટુ નથી.

(12:43 pm IST)