Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનમાં રોકાણ કરશેઃ ૧૪ દિ' કવોરન્ટાઇન રહેશે, પ્રેકટીસની મંજુરી નહિ

આવતા મહિને ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયામાં ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે રમશે

સીડનીઃ આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થનારી લીમીટેડ ઓવરની સીરીઝ માટે સીડની અને કેનબેરા ટીમ ઇન્ડિયા માટે એન્ટ્રી પોઇન્ટ બની શકે છે. હાલની યોજના મુજબ પ્રારંભીક ધોરણે ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનમાં લેન્ડ કરશે અને ત્યાં ૧૪ દિવસ ફરજીયાત કવોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાને કોઇપણ પ્રકારની ટ્રેઇનીંગ કરવાની પરમીશન આપવામાં નહિ આવે. એવામાં અન્ય એક સમાચાર મુજબ સીડનીમાં ભારતીય ખેલાડીને પ્રવેશ આપવામાં આવી શકે છે અને ૧૪ દિવસના કવોરન્ટીન પિરીયડમાં તેમને ટ્રેઇનીંગ કરવાની અનુમતી પણ મળી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે મેચ જયારે કેનબેરાના મનૌકા આવેલમાં બે ગેમ રમાશે.

(3:10 pm IST)