Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ખુબ મહત્વની કોઇપણ ક્રિકેટ મેચનું આયોજન પોતાના અસ્થિર હવામાન માટે બદનામ બ્રિટનમાં ન કરવુ જોઇઍઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસનનો મત

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ વરસાદને કારણે ડ્રો તરફ આગળ વધી રહી છે. ચોથા દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વગર દિવસ પૂરો થઈ ગયો. ત્રીજા દિવસે પણ ખરાબ પ્રકાશને કારણે દિવસ પહેલો પૂરો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ચાર દિવસના મુકાબલામાં માત્ર 140 ઓવર જેટલી રમત શક્ય બની છે. તેવામાં ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસનએ આઈસીસી પર ફાઇનલનું આયોજન ઈંગ્લેન્ડમાં કરાવવા પર સવાલ ઉઠાવ્યા છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં વરસાદના કહેરને જોતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને કહ્યુ કે, ખુબ મહત્વની કોઈપણ ક્રિકેટ મેચ પોતાના અસ્થિર હવામાન માટે બદનામ બ્રિટનમાં આયોજીત ન કરવી જોઈએ.

કેવિન પીટરસને આ મહત્વપૂર્ણ ફાઇનલ માટે સાઉથમ્પ્ટનની પસંદગી કરવા માટે આઈસીસીના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યુ- તે જોવા મને પીડા થઈ રહી છે, પરંતુ કોઈ ખુબ મહત્વપૂર્ણ મેચ બ્રિટનમાં ન રમાવી જોઈએ.

દુબઈમાં રમાવો જોઈએ ફાઇનલ મુકાબલોઃ પીટરસન

પીટરસનનું માનવુ છે કે ફાઇનલ જેવી મેચ દુબઈમાં રમાવી જોઈએ, જ્યાં હવામાન સાથે જોડાયેલા વિધ્નની ખુબ ઓછી સંભાવનાઓ હોય છે. તેમણે કહ્યું- જો મારે પસંદગી કરવાની હોત તો હું ફાઇનલ જેવી મેચ માટે દુબઈની પસંદગી કરત. નૈસર્ગિક સ્થલ, શાનદાર સ્ટેડિયમ, હવામાન સારૂ રહેવાની ગેરંટી, પ્રેક્ટિસની શાનદાર સુવિધા અને યાત્રા માટે ઉત્તમ સ્થળ અને હાં સ્ટેડિયમની નજીક આઈસીસીનું મુખ્યાલય પણ છે.

તો પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાહે પણ મજાકભર્યા અંદાજમાં આઈસીસીની ટીકા કરી. તેણે ટ્વીટ કરી કહ્યું- બેટ્સમેનને પણ ટાઇમિંગ સારી રીતે ન મળ્યું અને આઈસીસીને પણ.

(5:03 pm IST)