Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

અર્જુન તેંડુલકર ટોસ પહેલાં રનઅપ માપવા લગ્યો; છતા પ્લેઇંગ ઇલેવનમાં તક ન મળી : બહેન સારા પણ ચીયરઅપ કરવા પહોંચી હતી

IPL 2022ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચિયર કરવા માટે સચિન તેંડુલકરની દીકરી સ્ટેડિયમ પહોંચી હતી. તો બીજી બાજી આ મેચમાં પ્લેઇંગ-11માં તક મળવાની અટકળો વચ્ચે અર્જુન તેંડુલકર રનઅપ માપતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સારા પણ ચિયર કરવા પહોંચી અને અર્જુનની પ્રતિક્રિયાથી સ્પષ્ટપણે લાગતું હતું કે તેને પ્લેઇંગ-11માં તક મળશે પરંતુ એમ થયું નહીં. અને આ સિઝનમાં અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરી શક્યો નહોતો.

સચિનની દીકરી સારાએ મેચ જોવા જતા પહેલા મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરીને વીડિયો શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે આ સિઝનની MIની છેલ્લી મેચ જોવા જઈ રહી છું. એટલું જ નહીં તે આ દરમિયાન ટીમને ચિયર કરવા ઉત્સુક પણ જોવા મળી હતી.

 

ટોસ પૂર્વે અર્જુન રનઅપ માપતો નજરે પડ્યો હતો. તેવામાં ક્રિકેટ ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા કે અર્જુનને તક મળી શકે છે. કારણ કે દરેક બોલર મેચ પહેલા પોતાનું રનઅપ માપતો હોય છે. જેથી મેચમાં કોઈ મુશ્કેલી ન આવે. પરંતુ ત્યારપછી પ્લેઇંગ-11 જાહેર થતા તેનો ટીમમાં સમાવેશ થયો નહોતો. આ જાણી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે ત્યારપછી મીડિયા રિપોર્ટ્સના આધારે જાણવા મળ્યું કે અર્જુન તેના સાથી ખેલાડીને રનઅપ માપવામાં મદદ કરી રહ્યો હતો અને તે આ સિઝનમાં ડેબ્યૂ કરી શકશે નહીં.

22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ પેસર છે. તે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. તેવામાં મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો હતો. અગાઉ 2021માં તે બેઝ પ્રાઈઝ સાથે મુંબઈ ટીમમાં જોડાયો હતો. જોકે IPLમાં તે નેટ્સમાં ઘણો એક્ટિવ છે પણ ડેબ્યૂની તક મુંબઈ તરફથી મળી નથી.

અર્જુન તેંડુલકરે આ સીઝનમાં મુંબઈની રણજી ટીમમાં ભાગ લીધો હતો. તેવામાં ડિસેમ્બર મહિનામાં જાહેર થયેલી આ ટીમ પૃથ્વી શોની કેપ્ટનશિપ હેઠળ રમી હતી.

(2:37 pm IST)