Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

દિપક ચહર અને તેની ગર્લફ્રેન્‍ડ જયા ભારદ્વાજના લગ્‍નનું કાર્ડ થયું વાયરલ

નવી દિલ્‍હી : ભારતીય ટીમનો ઘાતક ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાના કારણે આઇપીએલમાંથી બહાર થઈ ગયો હતો.  પરંતુ હવે દીપક તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.  દીપક છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે, આ ખેલાડીઓ આઈપીએલ 2022ના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક હતા, અને તેઓ તેમના સંબંધોને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા, આ દરમિયાન હવે આ ખેલાડીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. દીપકે IPL 2021 દરમિયાન જયાને પ્રપોઝ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  હવે લગ્નનું કાર્ડ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

(2:32 pm IST)