Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

આઇએસએલ-4: મુંબઈએ નોર્થઇસ્ટને 2-0થી હરાવ્યું

નવી દિલ્હી: હીરો ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ચોથી સીઝનમાં મુંબઈ સીટી એફસીએ નોર્થઇસ્ટ યુનાઇટેડને તેના ઘરમાં ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમમાં રમાયેલ  મેચમાં 2-0થી માત આપી હતી.

સાતમી મેચ રમી રહેલ મુંબઈએ પોતાના સારા ડિફેન્સના અને બળવંત સિંહ દ્વારા 34મી તથા 68મી મિનિટે કરવામાં આવેલા શાનદાર ગોલના કારણે પોતાની યાદગાર જીત નોંધાવવામાં સફળતા મેળવી હતી. જીતની સાથે મુંબઈની ટીમે 10 અંક મેળવી લીધા છે.અને 10 ટીમની સૂચીમાં ચોથો ક્રમ મેળવ્યો છે.

(7:15 pm IST)