Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાર્તિકે ડીઆરએસ લેવા માટે આનાકાની કરતાં રોહિતે પિતો ગુમાવ્‍યો

બોલરો ખર્ચાળ સાબિત, એક તબક્કે જીતના દ્વારે ઉભેલી ટીમે હારનો સામનો કરવો પડયોઃ ચાહકોમાં રોષ

નવી દિલ્‍હીઃ ભારતના પ્રવાસ પર આવેલી ઓસ્‍ટ્રેલિયા ટીમે દમદાર શરૂઆત કરી છે. ટીમે ત્રણ મેચોની ટી૨૦ સીરીઝનો પ્રથમ મુકાબલો જીતીને ટીમ ઇન્‍ડિયાને આકરી માત આપી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ઓસ્‍ટ્રેલિયા સામે સીરીઝ રમી રહેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. ૨૦૦થી વધુ રન બનાવવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. આ હાર માટે ભારતીય બોલરો અને નબળી ફિલ્‍ડિંગ જ જવાબદાર છે પરંતુ મેચમાં એક સમય એવો આવ્‍યો કે જયારે ભારતીય ટીમ જીત તરફ જોઇ રહી હતી, પરંતુ પછી રમત પલટાઇ ગઇ

આ તમામ ટેન્‍શન વચ્‍ચે કેપ્‍ટન રોહિત શર્મા મેચમાં પોતાનો પિતો ગુમાવતો જોવા મળ્‍યો હતો અને તે વિકેટકીપર દિનેશ કાર્તિકને નિશાન બનાવવા માટે આગળ વધ્‍યો હતો.

આ ઘટના ઓસ્‍ટ્રેલિયાની ઇનિંગની ૧૨મી ઓવરમાં થયો. જયારે ફાસ્‍ટ બોલર યાદવની છેલ્‍લી બોલ પર મેકસવેલનો બેટનો કિનારો લાગીને બોલ દિનેશ કાર્તિકના હાથોમાં જતી રહી હતી. તમામે અપીલ કરી હતી, પરંતુ ફિલ્‍ડ એમ્‍પાયરે નોટઆઉટ કરાર આપ્‍યો હતો. ત્‍યારે કાર્તિક ડીઆરએસ લેવા માટે કોન્‍ફિડન્‍સ નહોતા દેખાઇ રહયા હતા. પણ ડીઆરએસ લીધું. ત્‍યારબાદ રિપલેમાં જોવા મળ્‍યું કે બેટની કિનારી વાગી હતી. આવી સ્‍થિતિમાં મેકસવેલને આઉટ જાહેર કરવામાં આવ્‍યો હતો. આ રીતે ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાના ૪ ખેલાડીઓ ૧૨ ઓવરમાં ૧૨૩ રનમાં પેવેલિયન મોકલી દીધા હતા. આ પહેલા ૧૨૨ના સ્‍કોર પર ભારતીય ટીમે સ્‍મિથનો શિકાર બનાવ્‍યો હતો. સ્‍મિથનો કેચ પણ કાર્તિકે લીધો હતો. રોહિત બે વિકેટ વહેલી તકે મેળવીને ઘણો ખુશ હતો. કાર્તિક ડીઆરએસ લેવાના મૂડમાં ન હોતો. આ કારણે રોહિત તેની સાથે આવી મસ્‍તી કરતો હતો.

સીરીઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે બેટીંગમાં સારુ પ્રદર્શન કર્યુ હતું પરંતુ અત્‍યંત ખરાબ બોલિંગના કારણે ટીમ ઇન્‍ડિયાને હાર મળી હતી. મેચમાં ટીમ હારીને પ્રથમ બેટીંગ કરીને ૨૦૮ રનનો સ્‍કોર કર્યો હતો. ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાએ ૩૦ બોલ પર અણનમ ૭૧ રનોની દમદાર ઇનિંગ રમી હતી.

(3:32 pm IST)