Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર -20 ચેમ્પિયનશિપ: અમિત ખત્રીએ 10,000 મીટર રેસ વોકિંગ ઇવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

 નવી દિલ્હી: ભારતીય ખેલાડી અમિત ખત્રીએ શનિવારે નૈરોબીમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર -20 ચેમ્પિયનશિપની 10,000 મીટર રેસ વોકિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમિતે 42: 17.94 ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કેન્યાની હેરિસ્ટોન વેન્યોનીએ 42.10.84 સાથે ગોલ્ડ જીત્યો હતો.

(5:05 pm IST)