Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

નાના ભાઇને નેટ પ્રેકટીસમાં લઇ જતાં બરાબરનો ફસાયો બાબર આઝમ

પાક. ક્રિકેટ બોર્ડે બરાબરનો ખખડાવ્‍યો

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાન ક્રિકેટ ટીમના કેપ્‍ટન બાબર આઝમે ભાઇને મદદ કરવાના ચક્કરમાં મોટી ભૂલ કરી હતી, જેને કારણે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે તેને ઠપકો આપ્‍યો હતો. બાબર પોતાના નાનાભાઇને લાહોરમાં નેટ પ્રેક્રિટસ માટે લઇ ગયો હતો. ત્‍યારબાદ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે તેને નિયમ દેખાડયા હતા.

વળી બાબરે સોશ્‍યલ મીડિયામાં એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેનો ભાઇ સફીર નેટમાં પ્રેકિટસ કરતો દેખાયો હતો.વળી પાકિસ્‍તાનનો ફાસ્‍ટ બોલર શાહનવાઝ દહાની તેની સામે બોલિંગ કરતો હતો. પીસીબીના નિયમ મુજબ પાકિસ્‍તાનના ખેલાડી, ફર્સ્‍ટ કલાસ અથવા જુનિયર ક્રિકેટર જ કેન્‍દ્રની સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે.

(3:52 pm IST)