Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

બીસીસીઆઈ પાસે આવકવેરાની બાકી નીકળતી રકમ વધીને 860 કરોડે પહોંચી

આરટીઆઇ કાર્યકર સુભાષ અગ્રવાલે કરેલી અરજીમાં આવકવેરા વિભાગે વિગત આપી

નવી દિલ્હી :બીસીસીઆઈ પાસેથી આવકવેરા વિભાગના બાકી નીકળતી રકમ વધીને 860 કરોડે પહોંચી છે તેમ એક આરટીઆઈના જવાબમાં જણાવાયું છે આરટીઆઇ કાર્યકર સુભાષ અગ્રવાલે કરેલી અરજીમાં આવકવેરા વિભાગે આ વિગત આપી હતી જેમાં બીસીસીઆઇ સમક્ષ આટલી રકમની કરમાંગ કરવામાં આવી હોવાનું અને ક્રિકેટ બોડીએ કરેલી ચૂકવણી વિગતો જણાવાઈ છે.

  આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે બીસીસીઆઇ પાસે 9 જાન્યુઆરી 2018 સુધીમાં આકારણી વર્ષ 2014-15 માટે કુલ 1,325.31 કરોડની રકમના લેણા નીકળતા હતા,તેમાથી બીસીસીઆઇએ 460.52 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી અને તેના 864.78 કરોડ રૂપિયા બાકી નીકળે છે.

  આ અહેવાલમાં જણાવાયું હતું કે 2015-16નું આકારણી વર્ષ પૂરું થશે અને વિભાગ ક્રિકેટ સંગઠન પાસેથી 400 કરોડની રકમ કરપેટે માંગી શકે છે અને આમ તેની કુલ બાકી નીકળતી રકમ 860.52 કરોડ રૂપિયા થશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આવકવેરા વિભાગને તેની સમક્ષ બાકી નીકળતા વેરા અને રિકવરીઝ અંગે હકીકત જણાવવા આદેશ આપ્યા પછી તેણે આ વિગત જણાવી હતી.

(7:37 pm IST)