Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

બ્લાઇન્ડ વર્લ્ડ કપની ચેમ્પિયન ભારતીય ટીમને ગુજરાતી ફિઝિયોથેરપિસ્ટ ડો. ભાવિકા પારેખની સેવા

મુંબઇ : ડોîબિવલીમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ભાવિકા પારેખ બ્લાઇન્ડ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સૌપ્રથમ મહિલા ફિઝિયોથેરપિસ્ટ છે. તે આ સ્પર્ધામાં સતતપણે અપરાજિત રહેલી અને છેવટે ગઇ કાલે કટૃર હરીફ પાકિસ્તાને હરાવીને વન-ડેની ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની ફિઝીયો છે. તે ૨૦૧૭ ના બ્લાઇન્ડ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપથી આ ટીમ સાથે સંકળાયેલી છે.  ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તેણે તમામ ૧૦ ટીમની ફિઝિયોથેરપિસ્ટ હતી.

શારજાહમાં પાક સામેની ફાઇનલ -જીત પહેલા દરેક મેચ અગાઉ ભારતીય ટીમના ખેલાડીઓની પૂરેપૂરી ફિટનેસની તકેદારી લેતી હતી. અને ફિઝિયોથેરપીથી તેમને મેચમાં ૧૦૦ ટકા ક્ષમતા સાથે રમવા સમર્થ બનાવતી હતી. આ સેવા માટે એક પણ પૈસા ન લેનાર ડો. ભાવિકા પારેખે ખાસ કરીને પ્લેયરોને ફિઝિયોથેરપીના ઉપચાર માટે બોલરોની કોણીને સૌથી વધુ ધ્યાનમાં રાખી હતી, કારણકે તેઓ ઓવર-આર્મ નહી, પણ અન્ડર આર્મ બોલિંગ કરતા હોય છે.

(2:37 pm IST)