Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ધોનીનો પરિવાર નહોતો ઇચ્‍છતો કે તે ક્રિકેટર બને બહેન જયંતીએ ક્રિકેટર બનવામાં કરી હતી મદદ

ધોનીના ભાઇ-બહેન જીવે છે સામાન્‍ય જીવન

નવી દિલ્‍હીઃ આજે દરેક ક્રિકેટ પ્રેમી મહેન્‍દ્રસીંગ ધોની (એમએસધોની)ને જાણે છે ફકત ક્રિકેટ પ્રેમી જ નહી ક્રિકેટમાં ખબર ના પડતી હોય તેવા લોકો પણ ધોનીને સારી રીતે જાણે છે. એમ.એસ.ધોની ભારતીય ક્રિકેટ ટીમનો એવો ખેલાડી છે. જેની કપ્તાન હેઠળ ભારતીય  ક્રિકેટ ટીમે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે.

ધોનીએ ૨૦૨૦માં આંતરરાષ્‍ટ્રીય  ક્રિકેટને અલવિદા કરી દીધુ હતું. હવે તે ફકત આઇપીએલમાં રમે છે એટલુ ચોક્કસ જણાવી દઇએ કે ઘોનીને દેશી જીવન જીવવુ વધારે ગમે છે. તે સોશ્‍યલ મીડીયાથી દુર રહે છે. એટલુ જ નહી તે પોતાની જાતને દરેક પ્રકારની લાઇમ લાઇટથી દૂર રાખે છે.

શુ તમે જાણો છો કે ધોનીને એક ભાઇ અને એક બહેન પણ છે. ધોનીના મોટાભાઇ નરેન્‍દ્રસીંગ ધોની એક રાજકારણી છે. ૨૦૧૪થી તે રાજકારણમાં છે નરેન્‍દ્રસીંગ ધોની પોતાના પરિવાર સાથે અલગ રહે છે. તેણે ૧૦ વર્ષની ઉમરે જ ઘર છોડી દીધુ હતું.

આ સિવાય ધોનીને એક બહેન પણ છે, તેનું નામ જયંતિ છે  તે એક શાળામાં અંગ્રેજી શિક્ષિકા છે. જયંતિ પરિણિત છે અને તેના પતિનુ નામ ગૌતમ ગુપ્‍તા છે.

અમે જણાવી દઇએ કે એમ એસ ધોનીના પરિવારજનો તે ક્રિકેટર બને તેવુ નહોતા ઇચ્‍છતા. ધોની તેની બહેન જયંતિએ બહુ મદદ કરી હતી. ધોનીના પિતા પાનસીંગ ધોની અને માતા દેવકી ધોની એક મધ્‍યમ વર્ગીય પરિવારના હતા અને ઇચ્‍છતા હતા કે મહેન્‍દ્રસીંગ અન્‍ય સામાન્‍ય માણસની જેમ એક સારી નોકરી કરે, પણ કિસ્‍મતને કંઇક બીજુ જ મંજૂર હતું.

મહેન્‍દ્રસીંગ ધોનીએ ૨૦૧૦માં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષના લગ્ન જીવન પછી તેમને ત્‍યા પુત્રી ઝીવાનો જન્‍મ થયો હતો. આજે ધોનીને કોઇ ઓળખાણની જરૂર નથી આખુ વિશ્વ તેને સફળ ક્રિકેટર તરીકે જાણે છે.

(4:13 pm IST)