Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

હોકીમાં સોમવારે ભારત-પાક. વચ્‍ચે મુકાબલો

ઇન્‍ડોનેશીયામાં એશિયા કપનો પ્રારંભ

નવી દિલ્‍હીઃ ઇન્‍ડોનેશિયાના જકાર્તામાં સોમવાર, ૨૩ મેએ પુરુષોની એશિયા કપ હોકી સ્‍પર્ધા શરૂ થઇ રહી છે જેમાં પહેલા જ દિવસે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે મુકાબલો થશે.

પુલ ‘એ'માં જપાન અને યજમાન ઇન્‍ડોનેશિયા પણ છે, જયારે પુલ ‘બી'માં  મલેશિયા, સાઉથ કોરિયા, ઓમાન અને  બંગલાદેશ સામેલ છે. આ વર્લ્‍ડ કપ કવોલિફાયર ટુર્નામેન્‍ટ છે જેમાં ભારત-પાકિસ્‍તાન મેચના જીવંત પ્રસારણમાં સોેથી વધુ વ્‍યુઅરશિપ નોંધાશે.

(2:49 pm IST)