Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટી-૨૦માં વિમેન્સ ટીમનો પણ સળંગ બીજો વિજય : મિતાલી રાજે ૭૬ ફટકાર્યા : કાલે રવિવારે ત્રીજો જંગ

મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ ફિફટી ફટકારતા ભારતની વિમેન્સ ટીમે ટી-૨૦ મેચમાં સાઉથ આફ્રિકાને ૯ વિકેટે ભવ્ય વિજય મેળવી પાંચ મેચોની સીરીઝમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી છે : હવે ત્રીજો મેચ આવતીકાલે રવિવારે માશે : આફ્રિકાએ પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન બનાવેલા : અનુજા પાટીલ - ૨, પૂનમ યાદવ-૨ અને પૂજા વસ્ત્રાકરે - ૧ વિકેટ લીધી હતી : જવાબમાં ભારતીય ટીમે ૧ વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો : મિતાલી રાજે અણનમ ૭૧ અને મંધાનાએ ૫૭ બનાવ્યા હતા.

(11:44 am IST)