Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ક્રિકેટ પ્રેમીઓને જલ્સાઃ ૨૭મીથી એક સાથે ત્રણ સિરીઝનો પ્રારંભ થશે

ભારત- ઓસ્ટ્રેલિયાની સાથોસાથ વેસ્ટ ઈન્ડિઝ- ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા- ઈંગ્લેન્ડ સિરીઝ પણ શરૂ થશે

મુંબઈઃ ભારત- ઓસ્ટ્રેલિયાના પ્રવાસો ૨૭ નવેમ્બરથી પ્રથમ વન ડે સીડનીમાં રમશે. તે જ દિવસે ઈંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે પ્રથમ ટી-૨૦ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે પ્રથમ ટી-૨૦ રમશે.

ભારતીય સમય પ્રમાણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે સવારે ૯:૧૦થી શરૂ થશે. જયારે ન્યુઝીલેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-૨૦ સવારે ૧૧:૩૦ થી ૩:૩૦ દરમ્યાન રમાશે. ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સવારે ૯:૧૦થી શરૂ થઈને સાંજે પાંચ વાગે પૂરી થશે અને તે જ દિવસે રાત્રે ૧૧:૩૦ વાગેથી ન્યૂઝીલેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-૨૦ રમાશે. આમ ક્રિકેટ ચાહકો માટે દિવસ- રાત ક્રિકેટ ફેસ્ટિવલ જેવું વાતાવરણ હશે.

જોગાનુજોગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે ૨૯મી નવેમ્બરે શરૂ થાય છે. તે જ દિવસે સાઉથ આફ્રીકા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-૨૦ રમાશે. પણ આ મેચ સાઉથ આફ્રિકામાં ડે- નાઈટ છે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૬ વાગ્યાથી રમાશે એટલે કે સાંજે પાંચ વાગે ભારત- ઓસ્ટ્રેલિયાની વન-ડે પૂરી થશે તે પછી ભારતીય ચાહકો કલાકમાં જ સાઉથ આફ્રિકા- ઇંગ્લેન્ડની ટી-૨૦ માણી શકશે.

તે જ દિવસે ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટી-૨૦ સવારે ૬:૩૦થી હશે. એટલે ચાહકો આ મેચ પૂરી થવામાં હશે. ત્યારે ભારત- ઓસ્ટ્રેલિયાની મેચની શરૂઆત માણી રહ્યા હશે. ઈંગ્લેન્ડ- સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે અને ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી-૨૦ પણ ૪ ડિસેમ્બરે રમાનાર છે. ભારતની મેચ બપોરે ૧:૪૦ થી છે. ઈંગ્લેન્ડની સાંજે ૪:૩૦થી હશે.

ન્યુઝીલેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ વખતે ભારત- ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ની મેચો પણ ચાલતી હશે.

ભારત- ઓસ્ટ્રેલિયા

 

 

 

નવેમ્બર

મેચ

સમય

 

૨૭

પ્રથમ વન-ડે

સવારે ૯:૧૦

 

૨૯

બીજો વન-ડે

સવારે ૯:૧૦

 

૨/૧૨

ત્રીજો વન-ડે

સવારે ૯:૧૦

 

ટી-૨૦ મેચ

 

 

 

ડિસેમ્બર

મેચ

સમય

 

પ્રથમ ટી-૨૦

૧:૪૦

 

બીજો ટી-૨૦

૧:૪૦

 

ત્રીજો ટી-૨૦

૧:૪૦

 

ટેસ્ટ મેચ

 

 

 

૧૭ડિસે.

પ્રથમ ટેસ્ટ

૯:૩૦

 

૨૬ ડિસે.

બીજો ટેસ્ટ

૯:૩૦

 

૭ જાન્યુ.

ત્રીજો ટેસ્ટ

સવારે ૫ વાગે

 

૧૫ જાન્યુ.

ચોથો ટેસ્ટ

સવારે ૫:૩૦

 

ઈંગ્લેન્ડ- સાઉથ આફ્રિકા

 

 

 

નવેમ્બર

મેચ

સ્થળ

સમય

૨૭

પ્રથમ ટી-૨૦

કેપ ટાઉન

રાત્રે ૯:૩૦થી

૨૯

બીજી ટી-૨૦

પારી

સાંજે ૬

ડિસેમ્બર

 

 

 

ત્રીજી ટી-૨૦

કેપ ટાઉન

રાત્રે ૯:૩૦

પ્રથમ વન-ડે

કેપ ટાઉન

સાંજે ૪:૩૦

બીજી વન-ડે

પારી

બપોરે ૧:૩૦

ત્રીજી વન-ડે

કેપ ટાઉન

સાંજે ૪:૩૦

             

મેચનો પ્રારંભનો સમય ભારતીય સમય પ્રમાણેનો છે.

ન્યુઝીલેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ

 

 

 

નવેમ્બર

મેચ

સ્થળ

સમય

૨૭

પ્રથમ ટી-૨૦

ઓકલેન્ડ

સવારે ૧૧:૩૦થી

૨૯

બીજી ટી-૨૦

માઉનગુની

સવારે ૬:૩૦થી

૩૦

ત્રીજી ટી-૨૦

માઉનગુની

સવારે ૧૦:૩૦થી

ડિસેમ્બર

 

 

 

૩-૭

પ્રથમ ટેસ્ટ

હેમિલ્ટન

સવારે ૩:૩૦

૧૧-૧૫

બીજી ટેસ્ટ

વેલિંગ્ટન

સવારે ૩:૩૦

(3:35 pm IST)