Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કલકત્તાને મળ્યા ગુડ ન્યુઝ, સુનિલ નારાયણ ટેન્શન ફ્રી

કલકત્તાને ગઈકાલે મહામુલી જીત મળ્યા પહેલા પણ એક મોટા ગુડ ન્યુઝ મળ્યા હતા. તેમના સ્ટાર સુનિલ નારાયણની બોલીંગ - એકશનને સસ્પેકટેડ બોલીંગ એકશન કમીટી તરફથી કલીયન્સ મળી ગયુ હતુ અને તે હવે ટેન્શન ફ્રી થઈને બોલીંગ કરી શકશે. ૧૦ ઓકટોબરે પંજાબ સામેની મેચ દરમિયાન નારાયણની બોલીંગ એકશન શંકાસ્પદ હોવાનો રીપોર્ટ અમ્પાયર્સે આપ્યો હતો. કલકત્તાએ આ બાબતે અપીલ કરવા ઉપરાંત તેને બે મેચમાં રમાડવાનું રીસ્ક પણ નહોતુ લીધુ.

(2:44 pm IST)