Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભારતે તીરંદાજીમાં નંબર વન અમેરિકાને હરાવ્‍યુઃ ફાઇનલમાં મેડલ પાકો

નવી દિલ્‍હીઃ સાઉથ કોરિયાના ગ્‍વાંગઝુમાં તીરંદાજીના વર્લ્‍ડકપનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ભારતના પુરુષ તીરંદાજોની ટીમે પહેલાં વર્લ્‍ડ નંબર -વન અમેરિકાને ક્‍વોર્ટર ફાઇનલમાં ૨૩૪-૨૨૮થી હરાવીને અને પછી સેમી ફાઇનલમાં પાવરહાઉસ ગણાતી સાઉથ કોરિયાની ટીમને ૨૩૩-૨૩૩(૨૯-૨૬) થી હરાવી હતી.

ભારતીયો ફાઇનલમાં પહોંચતા ઓછામાં ઓછો સિલ્‍વર મેડલ પાકો થયો હતો. ફાઇનલમાં ફ્રાન્‍સ સામે જીતીને ગોલ્‍ડ પણ પાકો થઇ શકે. તીરંદાજોની ટીમમાં  અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચોેહાણનો સમાવેશ છે. મહિલા વર્ગમાં ભારતનો સેમીમાં સાઉથ કોરિયા સામે પરાજય થતાં અવનીત કોેર, મુસ્‍કાન કિરાર અને પ્રિયા ગુર્જરે ટર્કીને ૨૩૨-૨૩૧થી હરાવવાની સાથે બ્રાન્‍ઝ મેડલથી સંતોષ માની લેવો પડયો હતો

(4:15 pm IST)