Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

19 વર્ષ પછી ઇન્ડોનેશિયાએ પોતાના નામે કર્યું થોમસ કપ ટાઇટલ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાની પુરુષ બેડમિન્ટન ટીમે રવિવારે થોમસ કપ 2021 ની અંતિમ મેચમાં ચીનને હરાવીને 19 વર્ષ બાદ ખિતાબ જીત્યો. ઇન્ડોનેશિયાએ આ પહેલા 13 ટાઇટલ જીત્યા હતા, પરંતુ 2002 થી આ ટુર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન બહુ સારું નહોતું, જોકે આ સમય દરમિયાન તેણે 2010 અને 2016 માં ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ બંને વખત ટીમ નિષ્ફળ રહી હતી. બીજી બાજુ, ચીની ટીમે તાજેતરમાં જ સુદીરમન કપ અને ઉબેર કપ જીત્યો હતો, પરંતુ અહીં ટાઇટલની હેટ્રિક નોંધાવી શકી નહોતી. ટાઇટલ મેચમાં એન્થોની સિનિસુકા ગિન્ટીંગે લુ ગુઆંગજુ સામે 18-21, 21-14, 21-16થી જીત નોંધાવી ઇન્ડોનેશિયાને 1-0ની લીડ અપાવી હતી.

(7:02 pm IST)