Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

હવે પાક.ના પૂર્વ ક્રિકેટરોએ આ જ કરવાનું છે

કપિલ-ગાવસ્કરને મસાજ કરતો અખ્તર

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ૨૦ વર્લ્ડ કપનો ૨૪ ઓકટોબરે  મુકાબલો રમાવા જઈ રહ્યો છે.    હવે આ મેચ પહેલા, પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને ઝહીર અબ્બાસ જેવા દિગ્ગજો સાથે ટ્વિટર પર રૂમ શેર કરતા જોવા મળ્યા હતા જેમાં સુનીલ ગાવસ્કરને મસાજ કરતા જોઈ શકાય છે, જેને કપિલ ઘણો એન્જોય કરી રહ્યો છે પરંતુ સુનીલ ગાવસ્કર કદાચ થોડો દુખાવો અનુભવી રહ્યા છે. શોએબ અખ્તરે આ ૨ તસવીરો પોસ્ટ કરી અને ટ્વિટર પર લખ્યું - શ્રેષ્ઠમાં પણ, શ્રેષ્ઠ સાથે સારો સમય પસાર કરવો.  

(3:33 pm IST)