Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

IPLમાં સટ્ટોડીયાઓ ઉપર બાજ નજર રાખશે સ્પોર્ટ રડાર

સટ્ટાબાજી - ફિકસીંગ સહિતની પ્રવૃતિઓને રોકવા તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવા ખાસ વ્યવસ્થા : બીસીસીઆઈનો સ્પોર્ટ રડાર સાથે કરાર

નવી દિલ્હી, તા.૧૮ : આવતીકાલથી  સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી આઈપીએલની આગામી સિઝનને લઇને બીસીસીઆઇ અનેક સ્તર પર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. ખાસ કરીને સટ્ટાબાજીને રોકવા અને ભ્રષ્ટ ગતિવિધીઓ પર નજર રાખવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સટ્ટા અને ફીક્સીંગ સહિતન અન્ય ભ્રષ્ટાચારની ગતિવિધી પર બીસીસીઆઇએ ઝીણવટભરી નજર રાખવા માટે સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે. જે કરાર મુજબ સ્પોર્ટરડાર હવે આઇપીએલની લીગ દરમિયાન સીધી જ ભ્રષ્ટાચાર નિરોધક યુનીટ સાથે મળીને કામ કરશે. સ્પોર્ટરડાર આઈપીએલ લીગ દરમિયાન ગુપ્ત અને ડેટા સંચાલન સહિતના જોખમી નિરીક્ષણ કાર્યો પણ કરશે. આઈપીએલને લઇને બીસીસીઆઇ સાથે કરવામાં આવેલા કરારને લઇને સ્પોર્ટરડારે પણ પોતાના માટે સન્માનીત કરાર દર્શાવ્યો છે. ગુપ્ત અને તપાસને લગતી બાબતો પર બીસીસીઆઇની સાથે મળીને સ્પોર્ટરડાર કામની સક્ષમતા દાખવશે. એમ સ્પોર્ટ ઇન્ટીગ્રીટી સર્વીસના પ્રબંધ નિર્દેશક એન્ડ્રીયાસ ક્રાનિકે વાત કરતા કહ્યુ હતુ. સ્પોર્ટ ઇન્ટીગ્રીટી બાબતે વૈશ્વીક સ્તર પર ખાસ પ્રકારે પોતાની ક્ષમતા સ્પોર્ટરડાર સેવા પૂરી પાડે છે. ઇન્ટીગ્રીટી સંબંધિત બાબતોમાં ટુર્નામેન્ટનું રક્ષણની મદદ કરવી તે સ્પોર્ટરડારનુ મુખ્ય કામ હશે.

(3:31 pm IST)