Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સીલના આઇસીસી વન-ડે રેન્‍કીંગ જાહેરઃ બેટ્‍સમેન-બોલર અને ઓલરાઉન્‍ડરોમાં મોટો ફેરફારઃ ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્‍ટન રોહિત શર્માનો દબદબો યથાવત

નવી દિલ્હીઃ ICC ODI Rankings:યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આઈસીસી વનડે રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડરોની વનડે રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મલ્યો છે, પરંતુ બેટ્સમેનના રૂપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માનો દબદબો યથાવત છે. વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને છે.

બેટ્સમેનોની આઈસીસી વનડે રેન્કિંગમાં ટોપ-10મા કુલ ચાર ફેરફાર જોવા મલ્યા છે. ટોપ-5 રેન્કિંગમાં કોઈ અસર પડી નથી, પરંતુ ડેવિડ વોર્નર બે સ્થાન નીચે ખસી ગયો છે, જ્યારે કેન વિલિયમ્સનને તેનો ફાયદો થયો છે. વિલિયમસન છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે જોની બેયરસ્ટો ટોપ-10મા સામેલ થઈ ગયો છે. ક્વિન્ટન ડિ કોક 10માથી 9મા સ્થાને પહોંચી ગયો છે.

બોલરોની વાત કરીએ તો તતેમાં ઘણા ફેરફાર થયા છે. ક્રિસ વોક્સ સાતમાંથી ચોથા સ્થાને પહોંચ્યો, જ્યારે બે કમિન્સ બે સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જોશ હેઝલવુડ 7 સ્થાનોની છલાંગ સાથે 7મા સ્થાન પર પહોંચી ગયો છે. મિશેલ સ્ટાર્ક 9મા નંબરે યથાવત છે. જોફ્રા આર્ચર 18 સ્થાનની છલાંબ સાથે ટોપ-10મા સામેલ થઈ ગયો છે, તે 10મા ક્રમે છે.

ઓલરાઉન્ડરની વાત કરીએ તો ક્રિસ વોક્સ પાંચમાં સ્થાનથી બીજા સ્થાને પહોંચી ગયો છે. બેન સ્ટોક્સને બે સ્થાનનું નુકસાન થયુ છે, કારણ કે તે વનડે સિરીઝમાંથી બહાર રહ્યો હતો. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં મોહમ્મદ નબી પ્રથમ સ્થાને છે. તો કોલિન ડિગ્રાન્ડહોમને એક સ્થાનનું નુકસાન થયું છે. ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં 123 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત 119 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

(5:05 pm IST)