Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અમે સિરિઝ જીતવાના ૧૦૦ ટકા પ્રયત્‍નો કરીશું : પંત

રાજકોટઃ સિરિઝમાં બરાબર કર્યા બાદ પંતે કહ્યુ કે બેંગલુરુમાં અમે અમારુ ૧૦૦ટકા આપવાનો પ્રયત્‍ન કરીશું અને ટ્રોફી જીતીશું. અમે યોજનાઓ અમલમાં મૂકવા અને સારું ક્રિકેટ રમવાની વાત કરી રહ્યા છીએ અને હવે પરિણામ તમારી સામે છે. સતત બે મેચમાં ટોસ હાર્યા બાદ મેચ જીતવા પર પંતે કહ્યુ ‘‘હુ ટોસ વિસે વિચારી શકું છુ પરંતુ જે ટીમ તે દિવસે સારી ક્રિકેટ રમશે તે જીતશે. આવતી કાલના મેચમાં હુ જમણા હાથથી ટોસ કરીશ અને સકારાત્‍મક બનીશ.
પંતે કહ્યુ કે, હાર્દિક પંડયા અને દિનેશ કાતિકે જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી. દિનેશે આવતાની સાથે જ સટાસટી કરવા લાગ્‍યા. આ તે સમય હતો જયારે બોલરો દબાણ અનુભવતા હતા. પંડયા અને કાર્તિકની ભાગીદારીએ એમને સકારાત્‍મક શરૂઆત અપાવી હતી. પંતની સામે બોલરો વ્‍યુહરચના તરીકે બોલિંગ કરી રહ્યા છે. અને તેને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્‍થિતિમાં પંતે તેની બેટિંગ વિશે કહ્યુ કે,વ્‍યકિતગત રીતે મારે મારી રમતના કેટલાક પાસાઓમાં સુધારો કરવો પડશે.
આવતી કાલના મેચમાં અમે અમારી તરફથી ૧૦૦ ટકા આપવાનો પ્રયત્‍ન કરીશુ અને ટોફી જીતીશુ. ભારતીય ટીમ ઘરની ધરતી પર એક વખત પણ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી જીતી શકી નથી.

 

(3:57 pm IST)