Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દ.આફ્રિકાનો ક્રિસ મોરિસ સૌથી વધુ ૧૬.૨૫ કરોડમાં વેચાયો

ચેન્નાઈમાં આઈપીએલના ખેલાડીઓની હરાજી યોજાઈ : ૭૫ લાખની બેઝ પ્રાઈસ ધરાવનારા ખેલાડીને રાજસ્થાને IPLના ઈતિહાસમાં સૌથી વધુ રકમ આપીને ખરીદ્યો

ચેન્નાઈ, તા. ૧૮ : સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ચેન્નઈમાં ગુરૂવારે આઈપીએલ-૨૦૨૧ની હરાજીમાં ૭૫ લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સાથે તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. મોરિસે ભારતના સ્ટાર યુવરાજ સિંહને પાછળ રાખી દીધો છે. જોકે, સૌથી મોંઘા ખેલાડીઓમાં યુવરાજ અને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સના નામે અનોખો રેકોર્ડ છે. બંને ખેલાડીઓ બે-બે વખત ૧૦-૧૦ કરોડથી વધુ રૂપિયામાં વેચાયા છે.

અગાઉ ભારતના દિગ્ગજ ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી હતો. યુવરાજ સિંહને ૨૦૧૫મા યોજાયેલી હરાજીમાં દિલ્હીની ટીમે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે યુવરાજની બેઝ પ્રાઈઝ કરોડ રૂપિયા હતી. ૨૦૧૫મા યુવરાજ સૌથી મોંઘો ખેલાડી બન્યો તેની આગલી સિઝનમાં એટલે કે ૨૦૧૪મા પણ તેને જંગી રકમ મળી હતી. ૨૦૧૪ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયન સ્ટાર પેટ કમિન્સ પણ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. કમિન્સ ગત વર્ષે યાદીમાં સામેલ થયો હતો. ગત વર્ષે યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સને ૧૫. કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ત્યારે તે આઈપીએલનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

આઈપીએલ-૨૦૨૧મા ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. ગ્લેન મેક્સવેલની બેઝ પ્રાઈઝ કરોડ રૂપિયા હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે તેને ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આમ તે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓની ક્લબમાં આવી ગયો છે.

યુવરાજ સિંહ બાદ ગૌતમ ગંભીર ભારતનો બીજો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ૨૦૧૧મા આઈપીએલની ચોથી સિઝનમાં ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૪. કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, ગંભીરે પણ કોલકાતાને તેની કિંમતનું વળતર ચૂકવી આપ્યું હતું અને તેની આગેવાનીમાં ટીમને બે ટાઈટલ જીતાડ્યા હતા.

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ તો બે વખત સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. ૨૦૧૭મા રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ટીમે સ્ટોક્સને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ૧૪. કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને ઈંગ્લેન્ડનો સ્ટાર સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો હતો. જોકે, ૨૦૧૮ની સિઝનમાં પણ તે સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સે તેને ૧૨. કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારત રોક સ્ટાર અને આઈપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારો રવીન્દ્ર જાડેજા પણ ૧૦ કરોડથી વધુ કિંમતે વેચાનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ૨૦૧૨ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને ૧૨. કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી જાડેજા ચેન્નઈ ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. ચેન્નઈ ટીમ ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે અને પ્રત્યેક સિઝનમાં જાડેજાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.

(7:42 pm IST)