Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભારત સમક્ષ ઓસ્ટ્રેલિયાનો ૩૨૮ રનનો મજબૂત પડકાર

ભારત અને ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ : ચોથો દિવસ : ભારતીય બોલર્સે યજમાન ટીમની બીજી ઈનિંગ્સ ૨૯૪ રનમાં સમેટી દીધીઃ સિરાજના પાંચ, ઠાકુરની ચાર વિકેટ

બ્રિસબેન, તા. ૧૮ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં ૭૫.૫ ઓવરમાં ૨૯૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં વિકેટ ગુમાવ્યા વિના ૪ રન બનાવ્યા હતા. યજમાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ ૩૩ રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે ૩૨૮ રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં ૧-૧ મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર ૧૯૮૮થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં ૨-૧થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.

ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે ૫૫ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ ૪૮ રન, માર્કસ હેરિસે ૩૮, કેમરોન ગ્રીને, ૩૭, કેપ્ટન ટીમ પેઈને ૨૭ તથા માર્નસ લબુશાનેએ ૨૫ રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે ૧૯.૫ ઓવરમાં ૭૩ રન આપીને ૫ વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે ૧૯ ઓવરમાં ૬૧ રન આપીને ૪ વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ ૧ વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં વિકેટ ગુમાવ્યા વિના ૪ રન બનાવ્યા હતા.

૪ ટેસ્ટની સીરિઝમાં હાલ બંને ટીમો ૧-૧ની બરાબરી પર છે. જો ભારત આ મેચ જીતી લે છે અથવા ડ્રો કરે છે તો પણ ગાવસ્કર-બોર્ડર ટ્રોફી પર તેનો કબજો રહેશે. પરંતુ જો ભારત અહીં મેચ હારી જાય છે તો તેના હાથમાંથી મેચની સાથે ટ્રોફી પણ જતી રહેશે. એવામાં પાંચમા દિવસે ભારતીય બેટ્સમેનો કેવું પ્રદર્શન કરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૩૬૯

ભારત પ્રથમ દાવ :

રોહિત શર્મા

કો.સ્ટાર્ક બો.લિયોન

૪૪

ગિલ

કો.સ્મીથ બો.કમિન્સ

પૂજારા

બો. હેઝલવુડ

૭૭

પૂજારા

કો. પેઇન બો. હેઝલવુડ

૨૫

રહાણે

કો. વેડ બો. સ્ટાર્ક

૩૭

અગ્રવાલ

કો. સ્મિથ બો. હેઝલવુડ

૩૮

પંત

કો. ગ્રીન બો. હેઝલવુડ

૨૩

સુંદર

કો. ગ્રીન બો. સ્ટાર્ક

૬૨

શાર્દુલ

બો. કમિન્સ

૬૭

સૈની

કો. સ્મિથ બો. હેઝલવુડ

૦૫

સિરાજ

બો. હેઝલવુડ

૧૩

નટરાજન

અણનમ

૦૧

વધારાના

 

૧૪

કુલ     (૧૧૧.૪ ઓવરમાં આઉટ)      ૩૩૬

પતન  : ૧-૧૧, ૨-૬૦, ૩-૧૦૫, ૪-૧૪૪, ૫-૧૬૧, ૬-૧૮૬, ૭-૩૦૯, ૮-૩૨૦, ૯-૩૨૮, ૧૦-૩૩૬.

બોલિંગ : સ્ટાર્ક : ૨૩-૩-૮૮-૨, હેઝલવુડ : ૨૪.૪-૬-૫૭-૫, કમિન્સ : ૨૭-૫-૯૪-૨, ગ્રીન : ૮-૧-૨૦-૦, લિયોન : ૨૮-૯-૬૫-૦, લાબુશેન : ૧-૧-૦-૦.

ઓસ્ટ્રેલિયા બીજો દાવ

હેરિસ

કો. પંત બો. ઠાકુર

૩૮

વોર્નર

એલબી બો. સુંદર

૪૮

લાબુશેન

કો. શર્મા બો. સિરાજ

૨૫

સ્મિથ

કો. રહાણે બો. સિરાજ

૫૫

વેડ

કો. પંત બો. સિરાજ

૦૦

ગ્રીન

કો. શર્મા બો. ઠાકુર

૩૭

પેઇન

કો. પંત બો. ઠાકુર

૨૭

કમિન્સ

અણનમ

૨૮

સ્ટાર્ક

કો. સૈની બો. સિરાજ

૦૧

લિયોન

કો. અગ્રવાલ બો. ઠાકુર

૧૩

હેઝલવુડ

કો. ઠાકુર બો. સિરાજ

૦૯

વધારાના

 

૧૩

કુલ

(૭૫.૫ ઓવરમાં આઉટ)

૨૯૪

પતન  : ૧-૮૯, ૨-૯૧, ૩-૧૨૩, ૪-૧૨૩, ૫-૧૯૬, ૬-૨૨૭, ૭-૨૪૨, ૮-૨૪૭, ૯-૨૭૪, ૧૦-૨૯૪.

બોલિંગ : સિરાજ : ૧૯.૫-૫-૭૩-૫, નટરાજન : ૧૪-૪-૪૧-૦, સુંદર : ૧૮-૧-૮૦-૧, ઠાકુર : ૧૯-૨-૬૧-૪, સૈની : ૫-૧-૩૨-૦

ભારત બીજો દાવ :

રોહિત શર્મા

અણનમ

૦૪

ગિલ

અણનમ

૦૦

વધારાના

 

૦૦

કુલ     (૧.૫ ઓવરમાં) ૦૪

બોલિંગ : સ્ટાર્ક : ૧-૦-૪-૦, હેઝલવુડ : ૦.૫-૦-૦-૦

(7:52 pm IST)