Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વિરાટ કોહલી બન્યો વનડે 'ક્રિકેટર ઓફ ધ યર'

ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ ખેલાડીનો એવોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથના ફાળે :ચહલ ઇન્ટરનેશનલ પર્ફોર્મર ઓફ ધ યરઃ ગયા વર્ષે આર. અશ્વિને આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો

મુંબઇ તા. ૧૮ : વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર છે. ICC તરફથી વિરાટ કોહલીને વનડે ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય ICC વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન પણ જાહેર કર્યો છે.

ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલીએ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ટેસ્ટમાં ૨૨૦૩ રન બનાવ્યા, જેમાં ૮ સદી શામેલ છે. વનડેની વાત કરીએ તો તેણે ૧૮૧૮ રન બનાવ્યા, જયારે T20માં ૧૫૩ના સ્ટ્રાઈક રેટથી ૨૯૯ રન બનાવ્યા.

ડેવિડ વોર્નર(ઓસ્ટ્રેલિયા), રોહિત શર્મા (ભારત), વિરાટ કોહલી(ભારત), બાબર આઝમ (પાકિસ્તાન), એબી ડિ વિલિયર્સ (સાઉથ આફ્રિકા), કિવન્ટન ડિ કોક(સાઉથ આફ્રિકા), બેન સ્ટોકસ (ઈંગ્લેન્ડ), ટ્રેંટ બોલ્ટ(ન્યુ ઝીલેન્ડ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રીત બુમરાહ (ભારત), હસન અલી(પાકિસ્તાન)નો સમાવેશ થાય છે.

ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ ગયા વર્ષે ૨૬ મેચોમાં ૭૬.૮૪ના એવરેજથી ૧૪૬૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૬ સેન્ચ્યુરી અને ૭ હાફ સેન્ચ્યુરી બનાવી. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો.  ભારતમાંથી રોહિત શર્મા ૨૧ મેચોમાં ૧૨૯૩ રન સાથે બીજા નંબરે છે. તેણે પણ ૬ સેન્ચ્યુરી રમ્યો છે.  ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર સ્ટીવ સ્મિથે ૧૬ ટેસ્ટ મેચમાં સૌથી વધુ ૧૮૭૫ રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ ૭૮.૧૨ રહી. આ દરમિયાન તેણે ૮ સેન્ચ્યુરી અને ૫ હાફ સેન્ચ્યુરી મારી છે. ભારતનો યુજવેન્દ્ર ચહલ આઇસીસી મેન્સ ટી૨૦ ઇન્ટરનેશનલ પર્ફોર્મર ઓફ ધ યર રહ્યો.

(12:53 am IST)