Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કપ્તાન રોહિત શર્માએ આઇસીસીની તાજેતરની વનડે રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં ટોચના બે સ્થાને કાયમ પર છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ પૂરી થયા બાદ રેન્કિંગ્સ બહાર પાડવામાં આવ્યા હતા. કોહલી 871 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે જ્યારે રોહિત 855 રેટિંગ પોઇન્ટ સાથે બીજા નંબરે છે.આ દરમિયાન, ઇંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને એલેક્સ કેરીએ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. ત્રીજી મેચમાં 112 રન બનાવનાર બેઅરસો ટોપ -10 માં પહોંચવામાં સફળ રહ્યો છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

(5:25 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST