Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વિકેટ લીધા બાદ સિરાજ હોઠ ઉપર આંગળી રાખી ઉજવણી કેમ કરે છે?

નવી દિલ્હીઃ લોર્ડસમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું છે. સા સાથે જ સિરાજે બતાવ્યું કે તેણે ઉજવણી કરવાની નવી રીતથી ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો છે.

સિરાજ વિકેટની ઉજવણી કરતા મોં ઉપર આંગળી મૂકતો દેખાય છે, સિરાજને પોતાના આ અંદાજ માટે ટીકાનો પણ સમાનો કરવો પડી રહ્યો છે પણ સિરાજે કહ્યું કે, આ ટીકાકારો માટે છે જે મારા વિશે ઘણું વધુ બોલતા આવ્યા છે. હું એવું નથી કરી શકતો તો હવે મારી બોલિંગ તેમને જવાબ આપશે આ ઉજવણીની મારી નવી રીત છે.

સિરાજે કહ્યું કે તે સતત સારી બોલિંગ પર ધ્યાન આપી રહ્યો છે. હું જયારે પહેલીવાર રણજી ટ્રોફી રમ્યો હતો તો પણ મારૃં લક્ષ્યાંક આ જ હતું કે, હું વધારે પ્રયોગની રણનીતિ નથી અપનાવતો, કારણ કે તેનાથી મારી બોલિંગ અને તેમના પ્રદર્શન  પર અસર પડી શકે છે. સિરાજ ઘણા ઓછા સમયમાં ટીમ ઈન્ડિયાના ફ્રન્ટલાઈન  બોલરોમાં સામેલ થઈ ગયો છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ સિરીઝમાં જ ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

(2:56 pm IST)