Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ICC દ્વારા ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેરઃ ૨૪ ઓકટોબરે ભારત-પાક. ટકરાશે

૧૭ ઓકટોબરથી કવોલીફાઇ રાઉન્ડ, ૨૩ ઓકટોબરથી મહત્વના મુકાબલા શરૂ થશે : કુલ ૧૨ ટીમો, ટીમ ઇન્ડિયા ગ્રુપ બીમાં : ૧૪ નવેમ્બરે ફાઇનલ મુકાબલો

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) એ ઓકટોબર મહિનામાં શરૂ થનાર ટી૨૦ વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ ગ્રુપની પહેલા જ જાહેરાત કરી દીધી હતી.

આજે આઈસીસીએ સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. આઈસીસી ટી૨૦ વિશ્વકપનો પ્રારંભ ૧૭ ઓકટોબરથી કવોલિફાઇ રાઉન્ડ સાથે થવાનો છે. ત્યારબાદ ૨૩ ઓકટોબરથી ટી૨૦ વિશ્વકપનો મહત્વના મુકાબલાની શરૂઆત થવાની છે. ભારત અને પાકિસ્તાન ૨૪ ઓકટોબરે દુબઈમાં આમને-સામને હશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ ૧૪ નવેમ્બરે રમાશે.

 ભારતનો કાર્યક્રમ

૨૪ ઓકટોબરે ભારત vs પાકિસ્તાન

દુબઈમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને,  ૩૧ ઓકટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ, ૩ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે, ૫ નવેમ્બરે ભારત અને ગ્રુપ-બીની કવોલિફાયર B1, ૮ નવેમ્બરે ભારત અને કવોલિફાર A2

 આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ગ્રુપ

રાઉન્ડ-૧ ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા, ગ્રુપઃ B બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

 સુપર ૧૨

ગ્રુપA: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2

ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2

 ૧૪ નવેમ્બરે રમાશે ફાઇનલ જંગ

આઈસીસી ટી૨૦ વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ ૧૨ ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ ૧૦ નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ ૧૧ નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ ૧૪ નવેમ્બરે રમાશે.

(1:03 pm IST)