Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વિરાટનું બેટ ૨૧ મહિનાથી મૌન

૪૯ ઇનિંગ્સમાં સદી ફટકારી નથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતવા માટે કોહલીએ મોટી ઇનિંગ રમવી જરૂરી

નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાની બેટિંગનો સૌથી મોટો આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ તેનું બેટ છેલ્લા ૨૧ મહિનાથી મૌન છે. તે ત્રણેય ફોર્મેટની ૪૯ ઇનિંગ્સ એટલે કે વનડે, ટેસ્ટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

 વિરાટની છેલ્લી ૪૯ ઇનિંગ્સની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તે ૧૦ ટેસ્ટની ૧૭ ઇનિંગ્સમાં માત્ર ૩ અર્ધસદી ફટકારી શક્યો છે, ૭૪ તેનો સર્વોચ્ચ સ્કોર છે, ૨૪ ની સરેરાશથી ૪૦૭ રન બનાવ્યા છે, વિરાટે વનડેમાં ૧૫ ઇનિંગ્સ બનાવી છે. તેણે ૮ ફીફટી બનાવી, ૮૯ રન સર્વોચ્ચ સ્કોર હતા, ૪૩ ની સરેરાશથી ૬૪૯ રન બનાવ્યા, ટી ૨૦ ની વાત કરીએ તો તેણે ૧૭ ઇનિંગ્સમાં ૬ અર્ધસદી ફટકારી હતી, ૯૪ અણનમ તેનો સર્વોચ્ચ સ્કોર હતો, ૬૪ રનની સરેરાશથી ૭૦૯ ત્રણેય ફોર્મેટને જોતા વિરાટ કોહલીએ ૪૯ ઇનિંગ્સમાં ૪૧ ની સરેરાશથી ૧૭૬૫ રન બનાવ્યા છે, અને ૧૭ અડધી સદી ફટકારી છે.  વિરાટની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે ૪૩૮ ઇનિંગ્સમાં ૫૭ ની સરેરાશથી ૨૧૧૭૨ રન બનાવ્યા હતા, ૭૦ સદી ફટકારી હતી, પરંતુ હવે તેની સરેરાશ ૫૭ થી ઘટીને ૪૧ પર આવી ગઈ છે. 

(1:02 pm IST)