Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાયમન્‍ડ્‍સ વિના અમારુ શું થશે એની મને ચિંતા છે : પત્‍ની લોઉરા

મારા પતિ પાસે કોઇ ડિગ્રી ન હોતી છતાં તે ખૂબ ઇન્‍ટેલિજન્‍ટ હતો

ઓસ્‍ટ્રલિયાનો ભૂતપૂર્વ ઓલરાઉન્‍ડર  એન્‍ડ્રયુ સાયમન્‍ડ્‍સ પરિવારને  પૂરો સમય  આપવા માટે ૨૦૧૨માં ક્રિકેટમાંથી નિવૃત થયો હતો. જોકે વિધાતાએ તેને બાકીની જિંદગી ફેમિલી સાથે વિતાવવા ત્‍યાર પછી ફકત ૧૦ વર્ષ આપ્‍યાં.૨૦૧૨થી ૨૦૨૨ સુધીનાં ૧૦ વર્ષમાં તે ક્રિકેટ-કોમેન્‍ટેટર બન્‍યો, યુવા વર્ગ માટે માર્ગદર્શક પણ બન્‍યા અને પુત્ર બિલી સાથે રિટાયરમેન્‍ટ પછીની લાઇફના સુવર્ણ દિનો પણ માણ્‍યા.

સાયમન્‍ડ્‍સે બે લગ્ન કર્યા હતાં

સાયમન્‍ડ્‍સે ૨૦૦૪માં બાળપણની ગર્લફ્રેન્‍ડ બુક માર્શલ સાથે લગ્ન કર્યા હતા. જોકે બીજા જ વર્ષે તેમણે ડિવોર્સ લઇ લીધા હતા અને ૨૦૦૫માં સાયમન્‍ડ્‍સ લોઉરા વચ્‍ચે રિલેશનશિપ શરૂ થઇ હતી અને ૨૦૧૪માં તેમણે પુત્રના જન્‍મ બાદ લગ્ન કર્યા હતા.(૪૦.૭)

(3:46 pm IST)