Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

નંબર-વન ઇગા હવે સેરેનાની બરાબરીમાં

નવી દિલ્‍હીઃ મહિલા ટેનિસની વર્લ્‍ડ નંબર-વન ઇગાસ્‍વાનટેકે ત્રણ દિવસ પહેલાં લાગલગાટ ૨૭મી મેચ જીતીને સેરેના વિલિયમ્‍સની બરાબરી કરી હતી, પરંતુ ઇગાએ ઇટાલિયન ઓપનની ફાઇનલ જીતીને સતત ૨૮માં વિજય સાથે સેરેનાના રેકોર્ડને પાર કરી લીધો હતો.

એ ચેમ્‍પિયનપદ સાથે ઇગાએ સતત પાંચ ડબ્‍લ્‍યુટીએ ટાઇટલ જીતવાના સેરેનાના રેકોડની બરાબરી કરી હતીે.ઇગા હવે વધુ એક ટાઇટલ જીતશે. એટલે સતત છ ટ્રોફી જીતવાના વીનસ વિલિયમ્‍સ તથા જસ્‍ટિન હેનિનના વિશ્વવિક્રમની બરાબરી કરી લેશે.

(3:59 pm IST)