Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બાંગલાદેશે ત્રિકોણીય શ્રેણીની પ્રારંભિક વન-ડેમાં ૮ વિકેટેથી ઝિમ્બાબ્વે ટીમને કરી પરાસ્ત

નવી દિલ્હી: યજમાન બાંગલાદેશે ત્રિકોણીય શ્રેણીની પ્રારંભિક વન-ડેમાં ૮ વિકેટે આસાનીથી પરાજય આપ્યો છે. વિજય માટે ઝિમ્બાબ્વેએ આપેલા ૧૭૧ના લક્ષ્યાંકને ૨૮.૩ ઓવરમાં વટાવી લીધું હતું. હવે બુધવારે શ્રીલંકા પ્રારંભિક મેચમાં ઝિમ્બાબ્વે સામે રમશે. ૩ વિકેટ ખેરવવા ઉપરાંત ૩૭ રન નોંધાવનારા શાકિબને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ બાંગલાદેશના સુકાની મોર્તઝાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. બાંગલાદેશે નિયમિત અંતરે વિકેટ ખેરવી ઝિમ્બાબ્વેને હાવી થવાની કોઇ તક આપી નહોતી. ઝિમ્બાબ્વે માટે રઝાએ સૌથી વધુ ૫૨ રન કર્યા હતા. બાંગલાદેશે ઓપનર તામિમ ઇકબાલના ૯૪ બોલમાં અણનમ ૮૩ રનની સહાયથી આ લક્ષ્યાંક ખાસ કોઇ સંઘર્ષ વિના હાંસલ કર્યું હતું. 
 

(7:56 pm IST)