Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કોચ બનશે દ્રવીડ, ૨૦૨૩ સુધીનો કોન્ટ્રાકટ મળશે

જય શાહ અને ગાંગુલીની રાહુલ દ્રવીડની બેઠકમાં ચર્ચાઃ જો કે સત્તાવાર જાહેરાત બાકી

નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે તૈયાર છે.  તેઓ ૨૦૨૩ સુધી કોન્ટ્રાકટ મેળવી શકે છે.  જોકે હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.  સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ ઈન્ડિયાના આગામી કોચ રાહુલ દ્રવિડ હોઈ શકે છે.

મળતી માહિતી મુજબ, બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડ સાથે દુબઈમાં આઈપીએલની ફાઇનલની રાત્રે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં બીસીસીઆઈ બોર્ડે રાહુલ પાસેથી તે જાણવાનો પ્રયાસ કર્યો કે તે શું ઈચ્છે છે અને બોર્ડ તેને શું ઓફર કરી શકે છે.

 થોડા સમય પહેલા રાહુલ દ્રવિડે કોચ બનવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ બીસીસીઆઈના ઘણા પ્રયત્નો બાદ હવે માનવામાં આવે છે કે તે આ માટે સંમત થયા છે.  જોકે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ  જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બીસીસીઆઈના સૂત્રોએ  જણાવ્યું કે રાહુલ દ્રવિડને વર્ષ ૨૦૨૩ સુધી કરાર મળી શકે છે.

(12:59 pm IST)