Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

આઇપીએલ ફાઇનલ ચેન્નાઇ ૧૯૨/૩, કોલકતા ૧૬૫/૯

માહિના ધુરંધરો ખિલ્યાઃ ચેન્નાઇ ચોથી વખત ચેમ્પિયન

ડુપ્લેેસીસના ધમાકા બાદ શાર્દુલની એક જ ઓવરમાં બે- બે વિકેટ ઝડપી લેતા કોલકતાને બેકફુટ ઉપર મોકલી દીધુ

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સે શુક્રવારે આઇપીએલની  ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ૨૭ રનથી હરાવીને ચોથી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો.

 ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને દશેરાંના દિવસે ઘોડું દોડતાં ચેન્નાઇએ ફાફ ડુ પ્લેસિસ દ્વારા ૮૬ અને અન્ય ટોચના ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી ત્રણ વિકેટે ૧૯૨ રન બનાવ્યા .

જવાબમાં, KKR એ શુભમન ગિલ (૫૧) અને વેંકટેશ અય્યર (૫૦) દ્વારા પ્રથમ વિકેટ માટે ૯૧ રન ઉમેરીને સારી શરૂઆત કરી હતી, પરંતુ તેમની ટીમ અંતે ૧૬૫ રન જ બનાવી શકી હતી. 

ધોની સેના ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં પણ ચેમ્પિયન બની હતી. જયારે સૌથી વધુ આઇપીએલ જીતવાનો રેકોર્ડ મુંબઇના નામે છે. રોહીતની આગેવાનીમાં પાંચ વખત ચેમ્પિયન બની ચુકયું છે. જયારે કોલકતા ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બન્યુ હતુ. 

ચેન્નાઇ અને ધોનીની સિધ્ધીઓ

(10:51 am IST)