Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોલકીપર માર્ટીનોસે કર્યો ફૂટબોલ ક્લબ એસ્ટન વીલા સાથે કરાર

નવી દિલ્હી: ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ક્લબ એસ્ટન વિલાએ ગોલકીપર ઇમલિઆનો માર્ટિનેઝ સાથે જોડાણ કર્યું છે. માર્ટિનેઝ આ ક્લબમાં આર્સેનલથી ચાર વર્ષના સોદા સાથે આવી રહ્યો છે. બીબીસીના એક અહેવાલ મુજબ, એસ્ટન વિલાએ માર્ટિનેઝ સાથે 17 મિલિયન ડોલરના કરાર કર્યા છે.વિલાના મેનેજર ડીન સ્મિથે માર્ટિનેઝ વિશે જણાવ્યું હતું કે તે લાંબા સમય સુધી ક્લબનો મુખ્ય ખેલાડી રહેશે.તેમણે કહ્યું, "અમે અમારા નવા ગોલકીપર એમિલીનો માર્ટિનેઝ સાથે સહી કરીને ખૂબ જ ખુશ છીએ. આપણે જાણીએ છીએ કે આર્સેનેલે તેને કેટલું ચૂકવ્યું હતું અને અમે ગયા વર્ષે તેને સારૂ પ્રદર્શન કરતા જોયા છે." 28 વર્ષીય ખેલાડી 10 વર્ષ પછી આર્સેનલ છોડી રહ્યો છે. તે 2010 માં યુથ ટીમના ખેલાડી તરીકે ક્લબમાં આવ્યો હતો.

(6:14 pm IST)
  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST