Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડની જીત : રોયના તોફાની ૧૮૦

રોયે ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગાની રમઝટ બોલાવી : પાંચ ટેસ્ટે મેચોની શ્રેણી ખરાબરીતે ગુમાવ્યા બાદ પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડની શાનદાર વાપસી : જો રુટના ૯૧ રન

મેલબોર્ન, તા.૧૫ : મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં ૩૦૮ રન માત્ર પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે તરફથી રોયે યાદગાર ઇનિંગ્સ રમતા ૧૫૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૮૦ રન ફટકાર્યા હતા જ્યારે રુટે ૯૧ રન બનાવ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીમાં છવાશે તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે તેને કારમીરીતે હાર આપી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ  ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી.  મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાનખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનોપીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.

રોયના તોફાની ૧૮૦...

ક્રિકેટ ચાહકો બેટિંગથી રોમાંચિત

         મેલબોર્ન, તા.૧૫ : મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડ તરફથી રોયે ઝંઝાવતી બેટિંગ કરીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. ૧૫૧ મિનિટ સુધી તે મેદાન પર રહ્યો હતો. રુટ સાથે મળીને ૨૨૧ રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમની જીત રોયે નક્કી કરી હતી. તેની બેટિંગ નીચે મુજબ રહી હતી.

રન................................................................ ૧૮૦

બોલ.............................................................. ૧૫૧

ચોગ્ગા.............................................................. ૧૬

છગ્ગા............................................................... ૦૬

સ્ટ્રાઇક રેટ................................................. ૧૧૯.૨૦

મેલબોર્ન વનડે : સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

ફિન્ચ

કો. બેરશો બો. અલી

૧૦૭

વોર્નર

કો. રુટ બો. વુડ

૦૨

સ્મિથ

કો. બટલર બો. રશીદ

૨૩

હેડ

બો. પ્લેન્કેટ

૦૫

માર્શ

બો. રશીદ

૫૦

સ્ટેનોઇશ

કો. રુટ બો. વોક્સ

૬૦

પૈની

કો. અલી બો. પ્લન્કેટ

૨૭

કમિન્સ

કો. રોય ો. પ્લન્કેટ

૧૨

સ્ટાર્ક

અણનમ

૦૦

ટાઈ

અણનમ

૦૪

વધારાના

 

૧૪

કુલ

(૫૦ ઓવરમાં ૮ વિકેટે)

૩૦૪

પતન  : ૧-૧૦, ૨-૫૮, ૩-૭૮, ૪-૧૯૬, ૫-૨૦૫, ૬-૨૮૫, ૭-૨૯૬, ૮-૩૦૦.

બોલિંગ : વોક્સ : ૧૦-૦-૬૫-૧, વુડ : ૧૦-૦-૪૯-૧, પ્લન્કેટ : ૧૦-૦-૭૧-૩, રશીદ : ૧૦-૦-૭૩-૨, અલી : ૧૦-૦-૩૯-૧,

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ :

રોય

કો. સબ બો. સ્ટાર્ક

૧૮૦

બેરશો

કો. પૈની બો. સ્ટાર્ક

૧૪

હેલ્સ

કો. સ્ટેનોઇશ બો. કમિન્સ

૦૪

રુટ

અણનમ

૯૧

મોર્ગન

કો. સ્મિથ બો. કમિન્સ

૦૧

બટલર

કો. સ્ટાર્ક બો. સ્ટેનોઇશ

૦૪

અલી

અણનમ

૦૫

વધારાના

 

૦૯

કુલ

(૪૮.૫ ઓવરમાં ૫ વિકેટે)

૩૦૮

પતન  : ૧-૫૩, ૨-૬૦, ૩-૨૮૧, ૪-૨૮૮, ૫-૩૦૨.

બોલિંગ : સ્ટાર્ક : ૧૦-૦-૭૧-૨, કમિન્સ : ૧૦-૦-૬૩-૨, ટાઇ : ૧૦-૦-૪૩-૦, સ્ટેનોઇશ : ૬-૦-૩૩-૧, ઝંપા : ૧૦-૦-૭૨-૦, માર્શ : ૨-૦-૧૫-૦, હેડ : ૦.૫-૦-૬-૦.

(8:05 pm IST)