Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ BCCIને આપ્યો નવો પ્રસ્તાવ

નવી દિલ્હી:ગાંગુલીએ ટેસ્ટ મેચોના આયોજન માટે રાજ્ય સંઘોને વધારે સમય આપવાની વાત પણ કહી જેથી તેમને મેચની તૈયારી માટે વધુ સમય મળી શકે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, 'સામાન્યપણે ટેસ્ટ મેચ સીરીઝ શરૂ થવાના ત્રણ મહિના પહેલા ટેસ્ટ મેચ વેન્યૂ એલૉટ કરવામાં આવે છે. આ કામ ઓછામાં ઓછું એક વર્ષ પહેલા કરવું જોઈએ જેથી તૈયારી સારી રીતે થઈ શકે.' પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ(CAB)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આવું માનનારા લોકોમાંનો એક છે. ગાંગુલીએ સોમવારે નવી દિલ્હીમાં ભારતીય ક્રિકેટની SGMમાં આ વાત પર ભાર મૂક્યો.સૂત્રોથી જાણવા મળ્યું છે કે, કેટલાક ટેસ્ટ ક્રિકેટ એસોસિએશન્સ ટેસ્ટ ક્રિકેટ આયોજિત કરાવવા માટે વધારે ઉત્સાહિત નથી. આનું મોટું કારણ એ છે કે, ટેસ્ટ મેચોમાંથી રેવેન્યૂ બહુ ઓછું મળે છે. CABને પણ તાજેતરમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટમાંથી માત્ર 42 લાખ રૂપિયાની કમાણી જ થઈ શકી. બીજી ટેસ્ટ નાગપુરમાં થઈ જ્યાં એસોસિએશનને માત્ર 49 લાખ રૂપિયા મળ્યા. દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં સ્થિતિ થોડી સારી રહી જ્યાં DDCAને કુલ 1 કરોડ રૂપિયાની કમાણી થઈ. સુત્રોના જણાવ્યા પ્રમાણે એસોસિએશન્સ ડે-નાઈટ ટેસ્ટ મેંચોના આયોજનને લઈને ગાંગુલીની વાત પર સહમત તો છે પરંતુ ટીમ પ્રબંધક આને લઈને સ્પષ્ટ નથી. આ કારણે ગાંગુલીના હાથ બંધાઈ ગયા છે.

 

(8:28 pm IST)