Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૧.૮૭ લાખ ડોલરમાં ઓવર થાય છે ફિકસ

પર્થ : ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રીજા ટેસ્ટ દરમિયાન જ મેચ ફિકસીંગનું ભૂત ફરી ધણધણ્યુ છે, એક અખબારે દાવો કર્યો છે કે તેની પાસે સટ્ટાબાજોની પૂરી જાણકારી છે. એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી છે કે ૧.૮૭ લાખ ડોલરમાં એક ઓવર ફિકસ થાય છે. જેમાં કેટલા રન બનાવવા તે પણ નક્કી થતુ હોય છે. જો કે આ રીપોર્ટમાં કોઈ ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

કેવી રીતે થાય છે મેચ ફિકસીંગના ઈશારા

 મેદાન ઉપર ગ્લોઝ બદલી બેટ્સમેન ઈશારો કરે છે

 પ્રેક્ષકોમાં બુકીઓના માણસો હોય છે જે બુકીઓને જાણકારી આપતા હોય છે.

 ત્યારબાદ ભારતીય અન્ડરગ્રાઉન્ડ માર્કેટમાં સટ્ટો લગાડવામાં આવે છે.

 તે જ ઓવરમાં ફિકસીંગ થતુ હોય છે.

(4:26 pm IST)