Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ચાલુ મેચમાં બેટિંગ છોડીને અધ્ધવચ્ચે બાથરૂમ જવા દોડ્યો પાકિસ્તાની ખેલાડી:ખેલાડીઓએ ઉડાવી મજાક

ઈમામે કહ્યું કે, હફીઝ તેને છેલ્લી 2 ઓવરથી કહી રહ્યો હતો કે સૂ-સૂ આવ્યું છે:. સ્પાઈડર કેમેરામાં સંભળાયા સંવાદ : બાથરૂમથી પરત ફર્યા બાદ હાફિઝ એકદમ રિલેક્સ, અણનમ 74 રનની ઈનિંગ રમી

પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ફરી એકવાર શરૂઆત થઈ છે. અને હાલ આ લીગનો પ્લેઓફનો મુકાબલો રમાઈ રહ્યો છે. શનિવારે લાહોર કલંદર્સ અને પેશાવર જલ્મી વચ્ચે રમાયેલ એલિમિનેટર મેચમાં કાંઈક એવું થયું કે જેને ક્રિકેટની દુનિયામાં બહું ઓછા જોવા મળે છે.

ટાર્ગેટનો પીછા કરવા ઉતરેલી લાહોરના બેટ્સમેન મોહમ્મદ હાફિઝને બાથરૂમ જવું હતું અને 12મી ઓવરમાં તે પોતાની જાતને રોકી શક્યો નહીં. અને સીધો જ ડ્રેસિંગ રૂમ તરફ દોડવા લાગ્યો હતો. આ કારણે મેચ રોકાઈ ગઈ હતી અને પેશાવરના વહાબ રિયાઝ, ઈમામ ઉલ હક અને શોએબ મલિકે આ મામલે હસી મજાક કરી રહ્યા હતા. જે બાદ સ્પાઈડર કેમેરા તેઓની વચ્ચે ગયો. જેમાં ઈમામે જણાવ્યું કે, હફીઝ તેને છેલ્લી 2 ઓવરથી કહી રહ્યો હતો કે સૂ-સૂ આવ્યું છે.

ઈમામની આ વાત સાંભળીને રિયાઝ, રાજા સહિતનાં ખેલાડીઓ હસવા લાગ્યા હતા. બાથરૂમથી પરત લોટ્યા બાદ હાફિઝ એકદમ રિલેક્સ થઈ ગયો હતો અને તેણે અણનમ 74 રનની ઈનિંગ રમી હતી જેના કારણે લાહોરની ટીમ 171 રનનો લક્ષ્ય હાંસલ કરી શકી હતી અને પાંચ વિકેટથી આ મેચ જીતી ગઈ હતી.

(6:20 pm IST)