-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
રોહિત શર્માએ નવી જર્સીના લોન્ચમાં એવું કર્યું : જેને જોઈને ભારતના દરેક વ્યકિતને તેના પર ગર્વ થશે

મુંબઈ,તા. ૧૫: ટીમ ઈન્ડિયાના 'હિટમેન'રોહિત શર્માએ આ દરમિયાન કંઈક કર્યું, જેને જોઈને ભારતના દરેક વ્યકિતને તેના પર ગર્વ થશે. BCCI એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો ફોટો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ પોતપોતાની શૈલીમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. જો કે, રોહિત શર્માએ કંઈક એવું કર્યું કે, જેનાથી બધાએ તેની પ્રશંસા કરી.
લોન્ચિંગમાં રોહિત શર્મા નવી જર્સી પર છપાયેલા 'ઈન્ડિયાના લોગો'તરફ ઈશારો કરી રહ્યા છે, જેના પછી ચાહકો સોશિયલ મીડિયા પર તેની ઉગ્ર પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ એક ટ્વિટર યુઝરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ સાથે આ તસવીર શેર કરી અને રોહિતની દેશભકિત તરફ ઈશારો કર્યો. આ તસવીરમાં રોહિત તરફ ઈશારો કરતા આ યુઝરે કહ્યું છે કે ટીમના વાઈસ કેપ્ટન જર્સી પર છપાયેલા 'ઈન્ડિયા લોગો'તરફ ઈશારો કરી રહ્યા છે, જયારે તેના બાકીના સાથી ખેલાડીઓ બીસીસીઆઈના લોગો તરફ ઈશારો કરી રહ્યા હતા. રોહિતને આમ કરતા જોઈને ચાહકો ફરી એકવાર તેની દેશભકિતના ચાહક બની ગયા છે.