Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટેસ્ટ જીતે તો ૧૨, ડ્રોમાં ૪ અને ટાઈ થશે તો ૬ પોઈન્ટ

આઈસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ સિસ્ટમ્સમાં ફેરફાર

નવીદિલ્હીઃ આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડીશન ૨૦૨૧ થી ૨૦૨૩નુ એલાન કર્યુ છે.

જે મુજબ ભારત કુલ ૯ ટીમો પૈકી ૬ ટીમો સામે સીધી ટકરાશે. ભારત કુલ ૬ સિરીઝ રમશે જેમાંથી ૩ સિરીઝ માટે ટીમ યજમાની કરશે એટલે કે ઘર આંગણે જ સિરીઝ રમવામાં આવશે. જયારે અન્ય ૩ સિરીઝ માટે ભારતે વિદેશની ટુર કરશે.

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણી રમશે. તો વિદેશમાં ઇંગ્લેંન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. જૂન ૨૦૨૩માં સમાપ્ત થનારી ફાઇનલની બીજી એડીશનમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ફકત બે શ્રેણી સામેલ છે. જેમાં ભારત અને ઇંગ્લેન્ડ ઉપરાંત આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશેઝ સિરીઝ સામેલ છે.

ઓસ્ટ્રેલિયાના આગામી વર્ષે ભારત પ્રવાસ દરમ્યાન ચાર ટેસ્ટ મેચ રમાનાર છે. જે નવી એડીશનની એક માત્ર ચાર મેચોની સિરીઝ હશે. કુલ ૯ ટીમો પૈકી ભારતે પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને અન્ય એક ટીમની બાદબાકી કરી છે.

આ ચેમ્પિયનશીપની શરૂઆત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ શરુ થશે. જ્યારે માર્ચ ૨૦૨૩ માં તેની આખરી શ્રેણી રમાશે જેના બાદ ફાઇનલ મેચમાં ચેમ્પિયનનું પરીણામ સામે આવશે.

અંતિમ એડીશન માફક ૯ ટીમો ટેસ્ટ ચેમ્પિયનશીપની ૬-૬ ટેસ્ટ શ્રેણી રમનારી છે. જોકે આ વખતે પોઇન્ટ પધ્ધતી બિલકુલ અલગ હશે. તમામ ટીમોને દ્વીપક્ષીય સિરીઝ અને પોઇન્ટસ સિસ્ટમ્સ જારી કરી છે. પ્રેસ રિલીઝ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. જે મુજબ ૩ સિરીઝ ઘરેલુ અને ૩ સિરીઝ વિદેશમાં રમવાની રહેશે. જોકે પોઇન્ટ ગત એડીશનની માફક નહી હોય પ્રત્યેક ટેસ્ટ માટે સમાન પોઇન્ટસ હશે.

હવે દરેક ટેસ્ટ મેચ માટે પોઇન્ટ્સ નિર્ધારિત કરવામાં આવ્યા છે. એક ટેસ્ટ મેચ જીતવા પર ૧૨ પોઇન્ટસ મળશે. જ્યારે ડ્રો રહેવા પર ૪ પોઇન્ટ મળશે. પરંતુ જો ટેસ્ટ મેચ ટાઇ રહેશે તો ૬ પોઇન્ટસ મળશે.

(3:54 pm IST)