Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

૨૦૧૯ના વર્લ્ડકપમાં ભારત ઈંગ્લેન્ડ સામે જાણી જોઈને હારી ગયું હતું : બેન સ્ટોકસની પુસ્તકમાં ધડાકો

પાકિસ્તાનના પૂર્વ બોલર સિકંદર બખ્તનો દાવો : સ્ટોકસે તેના પુસ્તક 'ઓન ફાયર'માં લખ્યું છે કે પાકિસ્તાન વર્લ્ડકપમાંથી ફેંકાઈ જાય એટલે ભારત એ મેચ હારી ગયું: ધોની, રોહિત અને વિરાટની પાર્ટનરશીપ ઉપર પણ સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતીય ટીમ જાણી જોઈને ઇંગ્લેન્ડ સામે હારી, જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઈ જાય. નિવેદનથી ચારેબાજુ બબાલ મચી ગઈ છે.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટૉકસે ૨૦૧૯ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન બેટ્સમેનનાં વલણ પર પોતાના પુસ્તકમાં કરેલા નિવેદનથી સમગ્ર ક્રિકેટજગતમાં તોફાન મચાવી દીધું છે. આ પુસ્તક ૧૪ નવેમ્બર, ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ બોલર સિકંદર બખ્તએ દાવો કર્યા હતો કે સ્ટૉકસે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ભારતીય ટીમ જાણીજોઈને ઇંગ્લેન્ડ સામે હારી ગઈ, જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઇ જાય.બેન સ્ટોકસે પોતાના પુસ્તક 'ઓન ફાયરઁમાં વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇંગ્લેન્ડ અને ભારત સામે રમાયેલી મેચનો ઉલ્લેખ કરેલો. તેણે કહ્યું હતું કે ' ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાને ૧૧ ઓવરમાં ૧૧૨ રનની જરૂરત હતી અને એ સમયે ભારતીય ટીમને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, પરંતુ ધોની અને કેદાર જાધવે અજીબ રીતે બેટિંગ કરી હતી.

સ્ટોકસ મુજબ, એ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીત મેળવવાનો જુસ્સો જ નહોતો બતાવ્યો. એટલું જ નહીં, તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાર્ટનરશિપ પર પણ સવાલો કર્યા હતા, જોકે બેન સ્ટોકસે પછી આ દાવો નકારી દીધો હતો.

(3:52 pm IST)