News of Thursday, 15th February 2018

બેડમિન્ટન સ્ટાર લી ચોન્ગ વેઈનો અશ્લીલ વિડીયો વાઇરલ

નવી દિલ્હી: મલેશિયાના દિગ્ગ્જ બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઈનો એક અશ્લીલ વિડિઓ વાઇરલ થયો છે. જો વિડિઓ જોયા પછી લી દ્વારા બયાન આપવામાં આવ્યું કે વિડીઓમાં જે વ્યક્તિ જોવા મળે છે તે લી નથી સાથે તેને પોલીસમાં પણ વિડિઓને લઈને એફઆરઆઇ નોંધાવી છે.

વિડીઓથી તેને ચરિત્રમાં ખોટા આક્ષેપો લાગ્યા છે. તેને સામે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી સાજીશ કરવામાં આવી છે. અને તેથી તેને પોલીસમાં કેસ દાખલ કરીને તમામ મામલાની તપાસ કરવાનું કહ્યું છે. પોલીસ પણ વીડિઓની તપાસમાં લાગી ગઈ છે.

(5:26 pm IST)
  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST