Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પી. ટી. ઉષાનો નવો અવતારઃ સરિતાએ ૪૦૦ મીટર દોડમાં જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટમાં ભારતનો તિરંગો લહેરાયો :સરિતા ડાંગ જિલ્લાની કરાડી આમ્બા ગામની મજૂર પરિવારની દિકરી

ડાંગ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ચાલી રહેલા આઠમાં એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ સ્પર્ધામાં ભારતની નવી ઉડાન પરી ગુજરાતના ડાંગ જિલ્લાના ધાવકકુમારી સરિતા ગાયકવાડે ૪૦૦ મીટરની દોડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સરિતાએ ૩૫ દેશોની મહિલા ધાવકોને હરાવી ૫૯.૦૮ સેકન્ડમાં આ સ્પર્ધા જીતી હતી. સરિતાએ આ સુવર્ણ દેશને સમર્પિત કર્યો છે.

સરિતાએ રીલે દોડમાં પોતાના નામનો જ શ્રેષ્ઠ સમયનો રેકોર્ડ પણ બનાવ્યો છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આ તેનો પ્રથમ ચંદ્રક છે. દેશને ગૌરવ અપાવનાર સરિતાને ભવિષ્યની પી. ટી. ઉષા માનવામાં આવી રહ્યુ છે.

ડાંગના કરાડી આંબા ગામના એક નાનકડા ગામની ગરીબ પરીવારની દિકરી સરીતાના શાનદાર પ્રદર્શનના લીધે તેની એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટમાં પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેમને કેરળમાં છ મહિનાની તાલીમ આપવામાં આવી હતી.

(5:09 pm IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST